સલાયામાં અનિયમિત પાણી વિતરણથી રહીશોને હાલાકી, પ્રજાની તકલીફ સાંભળવામાં પણ ચીફ ઓફિસરની બેદરકારી

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકાના સલાયામાં 13થી 15 દિવસે પાણી વિતરણ કરાય છે. એ પણ અનિયમિત આવતું હોઈ, વોર્ડ નંબર 1ના સભ્યો રજૂઆત કરવા જતાં ચીફ ઓફિસર દ્વારા વાત સાંભળવામાં પણ બેદરકારી દાખવવામાં આવી હતી.

સલાયા નગરપાલિકા દ્વારા સલાયામાં હાલ 13 થી 15 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. એ વિતરણ વ્યવસ્થા પણ ખુબ જ અનિયમિત હોઈ છે. અને પાણી વિતરણ સમયે એક સાથે વધુ વિસ્તારોના વાલ ખોલતા હોઈ પાણીમાં પ્રેશર આવતું નથી તેમજ ઉચાણવાળા વિસ્તારમાં પાણી પહોચતું નથી.

આ બાબતે સલાયા વોર્ડ નંબર 1 ના 4 ચાર સભ્યો લેખિત અરજી આપવા ચીફ ઓફિસર મોઢવાડીયા પાસે ગયેલા જ્યા ચીફ ઓફિસર દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન આપ્યું નહિ તેમજ વાત સાંભળવા પણ તૈયાર થયેલ ન હતા. અને વાત સાંભળવી ના હોઈ માટે બીજી બાબતે તેમના સ્ટાફ સાથે બિનજરૂરી ચર્ચા કરવા લાગ્યા હતા. આમ વોર્ડ નંબર 1 ના લોકો અને સભ્યોની વાત સાંભળવાનો કે એ પ્રશ્નનો ઉકેલ લાવવામાં એમને કોઈ રસ જ નહતો.

આમ ચીફ ઓફિસરના આવા વર્તનથી સભ્યોમાં પણ નારાજગી વ્યાપી હતી. અને પાણી વિતરણ મુદ્દે જો થોડા દિવસોમાં વ્યવસ્થામાં ફેરફાર નહિ થઈ તો મોટી સંખ્યામાં લોકો રેલી કાઢી અને પંચાયત સામે પોતાનો આક્રોશ ઠાલવી અને રજૂઆત કરશે. સલાયા નગર પાલિકામાં 28 માંથી માત્ર 4 સભ્ય જ ભાજપના હોઈ એમની વાત જ ના સાંભળતા અને એમના વિસ્તારમાં જ પાણી વિતરણ વ્યવસ્થા સારી ના હોઈ પક્ષના પોલિટિકલ ઇસ્યુનો ભોગ આ પ્રજા બનતી હોય એવું જણાય આવે છે.