ખંભાળિયાની મેઈન બજાર નજીક જુગાર રમતા ચાર શખ્સો ઝબ્બે

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયાની મેઈન બજાર નજીક આવેલા એક મંદિર પાસે બેસીને શહેરમાં ગંજીપત્તા વડે તીનપતીનો જુગાર રમી રહેલા અમૃતલાલ પોપટલાલ સામાણી, પરેશ નરેન્દ્રભાઈ ગુસાણી, ધર્મેન્દ્ર કિશોરભાઈ પરમાર અને ધનજી મનજી નકુમ નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 13,980 રોકડા તથા રૂ. 60 હજારની કિંમતના બે મોટરસાયકલ તેમજ રૂપિયા 4,500ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 78,480 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.