‘આયુષ્માન ભારત’ની વર્ષગાંઠ નિમિત્તે વેરાડ PHC દ્વારા કાલે બુધવારે આરોગ્ય મેળો

કેમ્પમાં નિઃશુલ્ક નિદાન કરાશે તથા આરોગ્યની વિવિધ યોજનાના કાર્ડ કાઢી અપાશે

(રિશી રૂપારેલિયા)મોરબી : આયુષ્માન ભારત યોજનાની વર્ષગાંઠ નિમિતે વેરાડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આવતીકાલ બુધવારે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં નિઃશુલ્ક નિદાન કરાશે તથા આરોગ્યની વિવિધ યોજનાના કાર્ડ કાઢી અપાશે.

આયુષ્માન ભારત યોજનાની ચતુર્થ વર્ષગાંઠ નિમિતે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. ભાણવડ તાલુકાની જનતા માટે અત્યંત ઉપયોગી અને લાભદાયી આરોગ્ય મેળાનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શિવધામ, ડેરાવડલા, વેરાડ ખાતે તારીખ 20/04/2022ને બુધવારે સવારે 9 વાગ્યાથી કરવામાં આવ્યું છે.

કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરો ડો.ભરત ગઢવી (સ્ત્રીરોગ નિષ્ણાંત), ડો.હમીર માડમ (બાળરોગ નિષ્ણાંત), ડો.પ્રતિક પરમાર (ચામડીના રોગ નિષ્ણાંત), ડો.મહેશ વોરા (જનરલ ફીઝીશ્યન અને સર્જન), ડો અનંત પરમાર (આંખના રોગના નિષ્ણાત), ડો.વિશાલ કારાવદરા (આર્યવેદિક નિષ્ણાંત) અને તેમની ટીમ દ્વારા વિનામુલ્યે સેવા આપવામાં આવશે.

આ કેમ્પમાં ટેલિમેડીસીન અને ઇસંજીવની દ્વારા ડિજિટલ માધ્યમથી સારવાર, બિનચેપી રોગ નિદાન તથા સારવાર, યોગા અને પ્રાણાયમ જેવી આરોગ્યવર્ધક પ્રવૃતિ, બ્લડ ડોનેશન કેમ્પ, ડિજિટલ હેલ્થ આઇ.ડી. કાર્ડ બનાવવાની કામગીરી, આયુષ્માન ભારત યોજનામાં અમૃતમ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ કાઢી આપવામાં આવશે.

આ ઉપરાંત, સરકારની પ્રજાલક્ષી લોકોને અત્યંત ઉપયોગી થાય તેવી યોજના જેવી કે અયુષ્માન ભારત યોજના, માં અમૃતમ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ના કાર્ડ કાઢી આપવામાં આવશે., અને તમાકુ વિરોધી અભિયાન, ટીબી, મલેરીયા, ડેન્ગયુ જેવા ચેપી રોગ નિદર્શન તથા બિન ચેપી રોગની જાણકારી તેમજ આરોગ્યને લગતી અલગ અલગ કાર્યક્રમોની માહિતી એક જ સ્થળેથી ઉપલબ્ધ થશે, તો સમગ્ર વિસ્તારની જાહેર જનતાને ઉપરોકત આરોગ્ય મેળાનો લાભ લેવા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા દ્વારા યાદીમાં અનુરોધ કરવામાં આવે છે.