દ્વારકા જિલ્લાના હોટલ સંચાલકોએ મુસાફરોની માહિતી ‘‘પથિક’’ સોફટવેરમાં રજીસ્‍ટર કરવાની રહેશે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતા અતિસંવેદનશીલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશ જગત મંદિર, નયારા એનર્જી, એસ્સાર પાવર, આઇ.ઓ.સી., ભારત ઓમાન રીફાઇનરી, તાતા કેમિકલ, ક્રેઇન ઇન્ડિયા, કે.પી.ટી. વિગેરે જેવા વાયટલ ઇન્સ્ટોલેશન સેન્ટરો ઉપર આતંકવાદી હુમલાની શક્યતા રહેલ છે. આથી આવા આતંકવાદી કૃત્યોને અટકાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતી હોટલ ખાતેથી જ ઇન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સિકયોર વેબ પોર્ટલ ‘‘પથિક’’ PATHIK- Programme for Analysis of Travelers and Hotel information બનાવવામાં આવેલ છે તથા આ સર્વર અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાંચ ખાતે કાર્યરત છે. આ સોફટવેર સાથે રજીસ્ટર થયેલ હોટલ ધારક જ ક્રાઇમ બ્રાંચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરી સોફ્વેરમાં એન્ટ્રી કરી શકે છે.

આમ, આ સોફ્ટવેર કોઇ પણ નવી હોટલમાં ઇન્સ્ટોલ કરવા માટે જે તે સ્થળ પર જવાની જરૂરી નથી. પરંતુ મુખ્ય કાર્યાલય દ્વારા જે તે હોટલની રજીસ્ટ્રેશન લગત માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદ યુઝરનેમ-પાસવર્ડ દ્વારા એન્‍ટ્રી કરી શકે છે. આમ સોફટવેર કોઇપણ નવી હોટલમાં ઇન્‍સટોલ કરવા માટે જે તે સ્‍થળ પર જવાની પરંતુ મુખ્‍ય કાર્યાલય દ્વારા જે તે હોટલની રજીસ્‍ટ્રેશન લગત માહિતી સર્વરમાં સ્‍ટોર કર્યા બાદ યુઝરનેમ-પાસવર્ડ આપતા હોટલ આ સિસ્ટમ સાથે જોડાઇ જાય છે. જેના આધારે રોકાણ કરનાર ગ્રાહકની મહત્વની તમામ માહિતી પોલીસને તાત્કાલીક ધોરણે ઉપલબ્ધ થઇ જાય છે.પથિક સોફટવેરથી એક જ જગ્યાએ બેસીને એક જ વ્યકતિ દ્રારા ઇન્ટરનેટના માધ્યમથી તમામ મુસાફરોની વિગત ચકાસી શકાય છે. જેના કારણે માનવ શકિતનો ઓછો ઉપયોગ કરી, ટેકનોલોજીની મદદથી સમયમર્યાદામાં કોઇપણ ગુન્હો બનતો અટકાવી શકાય અથવા બનેલ ગુન્હાના કામે ડીટેકશન કરવામાં મહત્વપૂર્ણ કડી સાબિત થઇ શકે છે.

હાલના સમયમાં બનતા ગુન્હા તથા આતંકવાદ જેવી ધટનાઓ અટકાવવા, તેમજ આકસ્મિક બનાવ સમયે કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તેવા સંજોગોમાં તમામ હોટલોને એક સાથે ચેક કરવી થોડી મુશ્કેલી તથા સમયનો વ્યય થાય પરંતુ ‘‘પથિક’’ સોફટવેર મારફત આ કામગીરીને ચેક કરી ગુન્હાહીત કે અન્ય માહિતી તાત્કાલીક મળી શકે છે. તેમજ સરળતાથી તપાસમાં ઉપયોગી થઇ શકે તેવી માહિતી ઉપલબ્ધ થઇ શકશે.

આ ઉપરાંત દેવભૂમિ દ્રારકા જિલ્લામાં દરિયાઇ વિસ્તાર ખૂબ જ લાંબો આવેલ હોય તથા દ્વારકાધીશ જગત મંદિર આવેલ હોય તથા મોટી કંપનીઓ કાર્યરત હોવાથી આંતરરાષ્ટ્રીય પથિકોની અવર-જવર રહેતી હોય, જેથી કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઈ રહે તેમજ અગત્યના ઈનપુટ બાબતે મહત્વની માહિતી મળી રહે તે સારૂ ‘‘પથિક’’ સોફટવેરની અમલવારી કરાવવી જરૂરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેર સુલેહ-શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સુગમતા રહે તેવા હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એમ.જાનીએ એક જાહેરનામું પ્રસિધ્‍ધ કરી દેવભૂમિ દ્રારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. 14 જૂન સુધી જિલ્લાની તમામ હોટલો અને ગેસ્ટહાઉસ ખાતે આવતા તમામ મુસાફરોની વિગત ‘‘પથિક’’ સોફટવેરમાં હોટલ કે ગેસ્ટહાઉસના માલીક કે સંચાલકે જરૂરથી કરવા જણાવાયું છે.

આ ઉપરાંત જાહેરનામું પ્રસિધ્ધ થયેથી સોફટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતેથી હોટલ કે ગેસ્ટઉસના સંચાલક કે માલીકોએ હોટલની વિગતો રજુ કરી યુઝર આઈડી-પાસવર્ડ પંદર દિવસમાં મેળવી લેવાના રહેશે. જિલ્લાની તમામ હોટેલ કે ગેસ્ટહાઉસના માલીકે ગ્રાહકની રજીસ્ટર એન્ટ્રીની સાથે પોતાના રીસેપ્સન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવું. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા તૈયાર કરવામાં આવેલ “પથિક” (PATHIK- Programme for Analysis of Travelers and Hotel information) સોફ્ટવેર ઇન્ટોલ કરાવી રજીસ્ટરમાં થતી એન્ટ્રી “પથિક” સોફ્ટવેરમાં પણ કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.