દ્વારકા જિલ્લાના વિસ્તારોને રેડ, યલો અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક ક્રિટીકલ – સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન્સ વિસ્તારોને આગામી તારીખ 14 મે સુધી રેડ ઝોન, યલો ઝોન અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરતું એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાં અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 123 ક્રિટીકલ – સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન્સ વિસ્તારો પૈકી 72 વિસ્તારોને રેડ ઝોન અને 51 વિસ્તારોને યલો ઝોન જાહેર કરવામાં આવ્યા છે.