ખંભાળિયાના અતિ ચકચારી પ્રકરણમાં આરોપીઓના વધુ રિમાન્ડ નામંજૂર કરતી સેસન્સ અદાલત

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એન.સી.બી.) ઝોનલ યુનિટ, ગુજરાત રાજ્ય દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાંથી થોડા સમય પૂર્વે ઝડપાયેલા કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સ પ્રકરણમાં એસ.ઓ.જી. વિભાગ ગત તારીખ ત્રીજી ફેબ્રુઆરીના રોજ તપાસ હાથ લઈ અને આ અંતર્ગત મુંબઈના રહીશ સજ્જાદ સિકંદર બાબુ ઘોસી તથા સલાયાના સલીમ યાકુબ કારા અને અસગર યાકુબ કારા ઉપરાંત એક વિદેશી શખ્સને પણ ઝડપી લીધા બાદ તેનો કબજો મેળવ્યો હતો.

ખંભાળિયાની સેસન્સ અદાલતમાં વિવિધ મુદ્દાઓ રજૂ કરી અને ઉપરોક્ત આરોપીઓના દસ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવતા આરોપીઓ તરફે એડવોકેટ ધીરેન વી. સાયાણીની વિવિધ દલીલોને ધ્યાને લઇને અદાલતે આરોપીઓના રિમાન્ડની અરજી નામંજૂર કરી હતી.