ખંભાળિયામાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયામાં રેલવે સ્ટેશન નજીક આવેલા સરકારી ગોડાઉનના ગેઈટ પાસેથી પોલીસે મોબાઈલ ફોનમાં લુડો ગેમ ડાઉનલોડ કરી અને જાહેરમાં જુગાર રમતા અનિલ ઉર્ફે ડાયો જયંતીલાલ પોપટ અને સબીર કરીમ સંઘાર નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 7,200 રોકડા તથા રૂપિયા પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન મળી, રૂપિયા 12,200 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.