ઈન્ટરનેશનલ લોહાણા સમાજમાં ખંભાળિયામાં મીડિયા પ્રચારકની નિમણૂંક

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ઈન્ટરનેશનલ લોહાણા સમાજમાં ખંભાળિયા શહેરમાં મીડિયા પ્રચારક તરીકે હિતેશભાઈ રાયચુરાની નિમણૂંક કરવામાં આવી છે.

ઈન્ટરનેશનલ લોહાણા સમાજમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મીડિયા પ્રચારક તરીકે હિતેશભાઈ રાયચુરાની નિમણુંક થયેલ છે. આ નિમણૂંક થતા હિતેશભાઈ રાયચુરાએ ઈન્ટરનેશનલ લોહાણા સમાજના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમજ હિતેશભાઈને ઠેર ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.