ઓખા નગરપાલીકા સ્કૂલની શિક્ષિકાઓએ એકબીજાને ઇન્ડોર પ્લાન્ટ આપી ‘વિશ્વ પૃથ્વી દિવસ’ ઉજવ્યો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાની ઓખા નગરપાલીકા સ્કૂલના પ્રાથમિક વિભાગના શિક્ષિકા બહેનોએ એકબીજાને છોડનું કુંડું આપીને વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરી હતી.

ઓખા નગરપાલીકા સ્કૂલ પ્રાથમિક વિભાગના શિક્ષિકા બહેનોએ અરસપરસ એકબીજાને ઇન્ડોર પ્લાન્ટનું નાનું કુંડુ ભેટમાં આપીને વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરી હતી અને સાથે સાથે કુંડામાં વાવેલા પ્લાન્ટ્સની ઓળખ આપી તેની ઉપયોગિતા અંગે જાણકારી આપી હતી. પ્લાન્ટ્સમાં અજમો, સ્નેક્ પ્લાન્ટ, અપરાજિતા વેલ તેમજ મધર ઓફ મિલિયન્સ અને એલોવેરાના પ્લાન્ટ્સ સામેલ હતા.