(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત- ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ (ડી.એલ.એસ.એસ.) યોજના અંતર્ગત ખેલ મકાકુંભમાંથી તાલુકા કક્ષાની અંડર-૧૧ વયજુથના ખેલાડીઓ એથલેન્ટીકસ સ્પર્ધાની સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, 50 મીટર દોડ ઇવેન્ટમાંથી તાલુકા કક્ષાએ પ્રથમ 1 થી 8 ક્રમ મેળવનાર ખેલાડી બહેનો માટે જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટ તા.29 એપ્રિલ અને ભાઇઓ માટે તા.30 એપ્રિલના રોજ ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે સાત વાગ્યે યોજાશે. જેથી એથ્લેટીકસ સ્પર્ધાની સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ અને 50 મીટર દોડ ઇવેન્ટમાંથી તાલુકા કક્ષાએ 1 થી 8 ક્રમ મેળવનાર ખેલાડીઓએ ઉપરોક્ત સ્થળ અને સમયે કે.એમ.કે. આઈ-ડી સ્લીપ, આધારકાર્ડની ઝેરોક્ષ તથા પાસપોર્ટસાઇઝના ફોટોગ્રાફસ-૨ સાથે હાજર રહેવા જિલ્લાના સીનીયર કોચની યાદીમાં જણાવાયું છે.
Home News
Khambhaliya
ખંભાળિયાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્પર્ધાના વિજેતા ખેલાડીઓ માટે બેટરી ટેસ્ટ યોજાશે
- Advertisement -
Trending Article
ખંભાળિયાના બેહ ગામે વીર વછરાજ જુંગીવારાના મંદિરે પાટોત્સવનું ભવ્ય આયોજન
આગામી શુક્રવારે વિવિધ ધર્મમય કાર્યક્રમો (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના બેહ ગામે સુપ્રસિદ્ધ વીર વછરાજ જુંગીવારા વાછરાભાઈનું મંદિર આવેલું છે. જેના છઠ્ઠા પાટોત્સવનું...
ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિનો સમૂહ ભોજન સમારોહ ભવ્ય રીતે સંપન્ન
મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા: આયોજકોને સન્માનિત કરાયા (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા જાણીતા રઘુવંશી સદગૃહસ્થ દત્તાણી પરિવાર દ્વારા બુધવારે રઘુવંશી જ્ઞાતિના સમૂહ ભોજન કાર્યક્રમનું...
ખંભાળિયાના અતિ ચકચારી પ્રકરણમાં આરોપીઓના વધુ રિમાન્ડ નામંજૂર કરતી સેસન્સ અદાલત
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એન.સી.બી.) ઝોનલ યુનિટ, ગુજરાત રાજ્ય દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાંથી થોડા સમય પૂર્વે ઝડપાયેલા...