દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ખાસ રોજગાર ભરતી મેળો તા. 5 ના રોજ યોજાશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના રોજગાર વાચ્છુંઓને રોજગારીની તક મળી રહે તેવા હેતુથી આગામી તા. 5 મે ના રોજ જિલ્લા કક્ષાના ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં રોજગાર વાચ્છુંઓને પોતાના કૌશલ્યને અનુરૂપ પસંદગીની બહોળી તક મળી રહે તે માટે જાહેર અને ખાનગી ક્ષેત્રના એકમોને સક્ષમ માનવ એકમ ખાતે ખાલી પડેલ જગ્યાઓની વિગત રોજગાર કચેરી ખાતે નોંધાવવા જવાવાયું છે. રોજગાર ભરતી મેળાના માધ્યમથી એકમો ખાલી જગ્યાની નોંધણી “અનુબંધમ ”વેબસાઈટ https://anubandham.gujarat.gov.in કરી શકાશે અથવા રોજગાર કચેરીના ઇ-મેઇલ [email protected] પર નિયત ફોમ દ્વારા તા. બીજી મે સુધીમાં જાણ કરી ભરતી મેળામાં ભાગ લઇ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર કચેરી દેવભૂમિ દ્વારકાના કોલ સેન્ટર નંબર 635790390 પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.