રાજ્યકક્ષાની માસ્ટર્સ એથલેટિકસમાં 30 મેડલો મેળવતા દ્વારકાના 10 ખેલાડીઓ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના દસ ખેલાડીઓએ રાજ્યકક્ષાની માસ્ટર્સ એથલેટિકસમાં ૩૦ મેડલો મેળવ્યા છે.

આજે તા. ૨૩-૦૪-૨૦૨૨ના રોજ જામનગર ખાતે “પાન ગુજરાત માસ્ટર્સ ગેમ ફેડરેશન ચેમ્પિયનશીપ-૨૦૨૨”મા દ્વારકાના સ્પોર્ટમેન ચેતનભાઈ જીંદાણી દ્વારા ચાલતા ભડકેશ્વર યોગ ગ્રુપના ચેતનભાઈ પાસે ટ્રેનિંગ પામેલા સાત પુરુષ તેમજ ત્રણ મહિલા ખેલાડીઓએ પોતપોતાની ત્રણ-ત્રણ ઈવેન્ટમા ગોલ્ડ અને સિલ્વર મેડલો મેળવી દ્વારકાને ગૌરવ અપાવ્યું છે.

ખેલાડીઓ ચેતનભાઈ જીંદાણી (૧૦૦ મી દોડ, ૧૦૦ મીહડલ્સૅ તેમજ ચક્ર ફેક, ત્રણેયમા ગોલ્ડ મેડલ), કણઝારિયા હરેશ (૧૦૦ મી. દોડ, ૧૦૦ મી હડલ્સૅ તેમજ ચક્ર ફેંકમા ત્રણ ગોલ્ડ), આર. ડી. ખાખરિયા (ગોળાફેંક, ચક્રફેંક તેમજ બર્છી ફેક, ત્રણ ગોલ્ડ), નવનીત કણઝારિયા (૧૦૦મી. દોડ, ૧૦૦મી હડલ્સૅ તેમજ ગોળાફેક, ત્રણ ગોલ્ડ), શીતલબેન હરેશભાઈ કણઝારિયા (હેમર થ્રો, ચક્રફેંક તેમજ ૧૦૦ મી. હડલ્સૅ ત્રણેય ગોલ્ડ), કવિતાબેન એન. ઠાકર (ગોળાફેંક, ચક્રફેક તેમજ બર્છીફેક ત્રણેયમા ગોલ્ડ), નયનાબા રાણા (બર્છીફેંક તેમજ ૮૦ મી હડલ્સૅમા ગોલ્ડ તેમજ ચક્રફેંકમા સિલ્વર મેડલ), મનિષ માવાણી (ચક્રફેંક, બર્છી ફેક, ગોલ્ડ તેમજ ગોળા ફેંકમા સીલ્વર મેડલ), હર્ષદરાય પુરોહિત (૧૦૦ મી દોડ, ગોળા ફેંક, હાઈ જમ્પ, ત્રણેય ગોલ્ડ) તેમજ સુરેશ કણઝારિયા (પ કિ.મી., વોક, ચક્રફેક, ૧૦૦ મી દોડ, ગોલ્ડ) વિજેતા ઘોષિત થયા છે.

દ્વારકાના આ રમતવીરોએ ગોલ્ડ મેડલોની હારમાળા સર્જી દ્વારકાનુ ગૌરવ વધાર્યું છે. આ ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનમાં ચેતનભાઈ જીંદાણીની ટ્રેનીંગ તેમજ માર્ગદર્શન દ્વારા બહુમૂલ્ય યોગદાન આપ્યું છે.