ભાણવડના યુવાન ઉપર છરી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના પાછતરડી ગામના વાડી વિસ્તારમાં રહેતા મેરૂભાઈ રામાભાઈ હુણ નામના 28 વર્ષના રબારી યુવાન સાથે અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી આ જ ગામના ચના પરબત કોડીયાતર, વજા ગંગા કોડીયાતર અને લાખા રણમલ કોડીયાતર નામના ત્રણ શખ્સોએ છરી તથા લાકડાના ધોકા વડે હુમલો કરી, ઇજાઓ કર્યાની ફરિયાદ ભાણવડ પોલીસમાં નોંધાવવામાં આવતા પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી.ની કલમ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.