નંદાણા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: એક આરોપી ઝબ્બે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામની શરૂ વાડી સીમ વિસ્તારમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી ગેરકાયદેસર રીતે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીમાં એક હજાર લિટર આથો, 25 લિટર દેશી દારૂ, ગેસનો બાટલો તથા ચૂલો ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતા રૂપિયા 15,000 ની એક કિંમતના એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 18,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ સ્થળેથી પોલીસે મહાદેવીયા ગામના રામશી ઉર્ફે ચીટુ મારખી ગોરિયા નામના 32 વર્ષના શખ્સને ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં મહાદેવીયા ગામના મેરામણ ભીમશી ગોરીયા નામના શખ્સનોનું પણ નામ ખુલતા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી રામશી મારખી ગોરિયાની અટકાયત કરી હતી. જ્યારે મેરામણ ભીમશી ગોરિયાની શોધખોળ હાથ ધરી છે.