દ્વારકામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં રવિવારે શેલ્બી હોસ્પિટલ અને ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

દ્વારકામાં શેલ્બી હોસ્પિટલ, અમદાવાદ અને ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ, રાવલ દ્વારા આયોજીત ઘુટણ, હાડકા-સાંધા અને કરોડરજ્જુને લગતી સમસ્યાઓના સચોટ નિદાન માટે નિ:શુલ્ક તપાસ શિબિરમા ૨૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ તકે દ્વારકાના સામાજિક કાર્યકર અશ્વિનભાઈ ગોકાણી, કે. જી. હિંડોચા, વિપુલ પંચમતિયા, ઈશ્વરભાઈ ઝાંખરિયા પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ કેમ્પ સ્વામી નારાયણ મંદિર ખાતે યોજાયો હતો.