ભાણવડ ખાતે ચાલતી ભાગવત સપ્તાહમાં મંત્રમુગ્ધ બનતા શ્રોતાજનો

મહાનુભાવો દ્વારા કથાકાર, આયોજકોને સન્માનિત કરાયા –

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે તાજેતરમાં પૂર્વ રાજ્યમંત્રી મુળુભાઈ હરદાસભાઈ બેરા પરિવાર દ્વારા ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહનો લાભ દરરોજ મોટી સંખ્યામાં શ્રોતાજનો લઈ રહ્યા છે.

ભાણવડ નજીક આવેલા માનપર ખાતે જાણીતા કથાકાર નરેશભાઈ રાજ્યગુરુના વ્યાસાસને ચાલી રહેલી આ ભાગવત કથામાં દરરોજ વિવિધ પ્રકારના ધર્મોત્સવને માણવા જુદા-જુદા વિસ્તારોમાંથી શ્રોતાઓ, સાધુ-સંતો, ઉપરાંત આગેવાનો અને મહાનુભાવો ઉમટી રહ્યા છે.

આ ભાગવત કથા શ્રવણના આયોજન દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના પૂર્વ મહામંત્રી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દત્તાણી, ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કોર્પોરેટર હિતેશભાઈ ગોકાણી, કોર્પોરેટર દિપેશ ગોકાણી, કિશોરસિંહ જાડેજા સહિતના મહાનુભાવો જોડાયા હતા અને આ સ્થળે કથાકાર તેમજ આયોજક બેરા પરિવારનું શાલ તથા દ્વારકાધીશની છબી અને સ્મૃતિ ચિન્હ વડે જાહેર સન્માન કર્યું હતું. આ ભગવત સપ્તાહની મંગલ પૂર્ણાહુતિ આવતીકાલે બુધવારે થશે.