ઓખા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત: ફરિયાદ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ઓખામાં ખેત્રપાલ મંદિરની પાછળથી પાર્ક કરીને રાખવામાં આવેલા આરંભડાના રહીશ તાલબભાઈ આદમભાઈ બેતારાના જી.જે. 10 ટી.ટી. 4230 નંબરના ડમ્પર સાથે પૂરઝડપે બેફિકરાઈપૂર્વક આવી રહેલા અનિલભા જસરાજભા માણેકના જી.જે.37 ટી. 4542 નંબરના ડમ્પર ચાલકે અકસ્માત સર્જતા આ બનાવ અંગે ઓખા મરીન પોલીસે તાલબભાઈની ફરિયાદ પરથી અનીલભા માણેક સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.