સૌરાષ્ટ્ર ઝોનની પેન્શન અદાલત તા.૪ જુનના યોજાશે

પેન્શનરોએ પોતાના પેન્શનને લગતા પ્રશ્નો માટે નિયત નમુનાનું ફોર્મ તા.૫ મે પહેલા રજૂ કરવાનું રહેશે

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ગુજરાત સરકારના નાણા વિભાગ તા.૪/૬/૨૦૨૨ને શનિવારના રોજ બપોરના ૧૨ કલાકથી સાંજના ૫ કલાક સુધી રાજ્યમાં ૫(પાંચ) ઝોનમાં પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર ઝોનમાં પેન્શન અદાલત એ.વી.પારેખ ટેક્નિકલ ઇસ્ટીટ્યુટ હેમુ ગઢવી હોલની સામે ટાગોર રોડ રાજકોટ ખાતે રાખવમાં આવેલ છે.

જે પેન્શનરો પેન્શન અદાલત સમક્ષ તેમના પેન્શન લગતા પ્રશ્નો માટે રજૂઆત કરવા માંગતા હોય તેઓએ જિલ્લા તિજોરી કચેરી અથવા પેન્શનર સમાજ પાસેથી તથા htpp://fincedepartment.gujarat.gov.in અને https://dat.gujarat.gov.in ની વેબ સાઇટ પરથી નિયત નમુનાનું ફોર્મ મેળવી તમામ વિગતો ભરીને તા.૫/૫/૨૦૨૨ સુધીમાં હિસાબ અને તિજોરી નિયામકની કચેરી બ્લોક નં.૧૭, વીમા અને લેખા ભવન ડો.જીવરાજ મહેતા ભવન સંકુલ ગાંધીનગરને મોકલી આપવાની રહેશે https://bit.ly/pension-adalatલીંકમાં જઇ ગુગલફોર્મમાં પણ વિગતો ભરીને જમા કરાવી શકશે. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા તિજોરી અધિકારીની યાદીમાં જણાવામાં આવ્યું છે.