દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના પેન્‍શનરોએ જુલાઇ સુધીમાં હયાતિની ખરાઇ કરાવી લેવાની રહેશે

(કુંજન રાડિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લા તિજોરી કચેરીમાંથી આઈ.આર.એલ.એ. યોજના હેઠળ બેંક મારફત પેન્શન મેળવતા ગુજરાત સરકારના તથા કેન્દ્ર સરકારના તમામ પેન્શનરોએ મે થી જુલાઈ માસ સુધીમાં જે-તે બેંક મેનેજર સમક્ષ રૂબરૂ હાજર થઈ હૈયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે. આ સાથે વાર્ષિક આવકના પ્રમાણપત્ર મેળવી લેવા તથા આ સમયગાળા દરમ્‍યાન હૈયાતિની ખરાઇ માટે ઉપસ્‍થિત નહી થનાર પેન્‍શનરોનું ઓગષ્‍ટ માસથી પેન્‍શનનું ચુકવણું બંધ કરી દેવામાં આવશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

કુટુંબ પેન્‍શન મેળવતા પેન્‍શનરોએ પુનઃ લગ્‍ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર જિલ્‍લા કે પેટા તિજોરી અધિકારીને રજુ કરવાનું રહેશે. 50 વર્ષથી વધુ ઉમરના સ્‍ત્રી પેન્‍શનરને આ પ્રમાણપત્ર રજુ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જે પેન્‍શનરોએ અગાઉ આધારકાર્ડની નકલ જમા કરાવેલ નથી તેઓએ આધારકાર્ડની સ્‍વપ્રમાણિત નકલ હૈયાતિની ખરાઇ પ્રમાણપત્ર સાથે જોડવા પણ વધુમાં જણાવાયું છે.

સરકાર દ્વારા પેન્‍શનરોને હૈયાતિની ખરાઇ માટે વધુ સુવિધા પ્રાપ્‍ત થાય તે માટે જીવન પ્રમાણ ડીઝીટલ લાઇફ સર્ટીફીકેટની પધ્‍ધતિ અમલમાં મુકેલ છે. જેના દ્વારા ઓનલાઇન હૈયાતીની ખરાઇ કરવા માટે http://WWW.JEEVANPRAMAN.GOV.IN પોર્ટલ પર પેન્‍શનરો પોતાનો આધાર નંબર નાખીને લોગઇન થઇ શકશે. Face recognition અથવાhttp://Biometric દ્વારા હયાતીની ખરાઇ કરાવી શકે છે. ઉપરાંત વર્ષ 2021-22ના આવકના પ્રમાણપત્ર http://cybertreasury.gov.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્‍લા તિજોરી અધિકારીની યાદીમાં જણાવાયું છે.