ખંભાળિયામાં ગૌ ભક્તો દ્વારા ગૌ વિજ્ઞાન કથાનું આયોજન

ગૌ માતાને આધ્યાત્મિકતા સાથે વૈજ્ઞાનિક સ્વરૂપે સમજવા પ્રયાસ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં આગામી શનિવાર તારીખ 30 ના રોજ અત્રે રામનાથ સોસાયટીમાં આવેલી શેઠ હરજીવનદાસ નરોત્તમદાસ પાંજરાપોળ ખાતે ગૌ ભક્તો દ્વારા ગૌ વિજ્ઞાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત શનિવારે સવારે નવથી બાર વાગ્યા સુધી યોજવામાં આવેલા કાર્યક્રમમાં વક્તા તરીકે ગવ્ય સિધ્ધાચાર્ય પાંચગવ્ય વિદ્યાપીઠ – કાંચિપુરમના કુલપતિ ડો. નિરંજન વર્મા ખાસ ઉપસ્થિત રહેશે.

આ વિશિષ્ટ ગૌ-વિજ્ઞાન કથાનો લાભ લેવા ગૌ ભક્તો તથા નગરજનોને સહયોગી તથા આયોજક પંચ ગવ્ય ડોક્ટર એસોસિયેશન, ધૈર્યસિંહ રાજડા, ડોક્ટર મનુભાઈ જોશી, રવિન્દ્રભાઈ કાપડિયા, વિનુભાઈ સોમૈયા, પરાગભાઈ દાવડા, પરાગભાઈ બરછા, ડો. હિરેન રામાવત, સુધીરભાઈ પંડ્યા, દીપકભાઈ જારીયા, વિરેન્દ્રસિંહ જાડેજા તથા શિવશક્તિ ગૌ સેવા ગ્રુપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.