ખંભાળિયા તથા ભાણવડમાં શનિવારે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકામાં આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શનિવાર તા. 30 ના રોજ નગરપાલિકા કક્ષાનો આ કાર્યક્ર્મ અત્રે મ્યુ. ગાર્ડનમાં આવેલા યોગ કેન્‍દ્ર ખાતે, સલાયા નગરપાલિકાનો નગરપાલિકાના કોમ્‍યુનિટી હોલ ખાતે તેમજ ગ્રામ્‍ય કક્ષાનો સેવાસેતુ અહીંની શક્તિનગર તાલુકા શાળા ખાતે યોજાશે. આ સેવાસેતુ કાર્યક્રમમાં સવારે 9 થી 11 અરજીઓ સ્‍વીકારવામાં આવશે. ત્‍યારબાદ તેના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ખંભાળિયાના મામલતદાર કે.જી. લુક્કાની યાદીમાં જણાવાયું છે.

ભાણવડ તાલુકામાં આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શનિવાર તા. 30 ના રોજ ભાણવડ પાલિકાના ટાઉનહોલ ખાતે તેમજ ગ્રામ્‍ય કક્ષાનો કાર્યક્રમ ફતેપુર પ્રાથમિક શાળા ખાતે યોજાશે. આ સેવા સેતુમાં સવારે 9 થી 11 દરમિયાન અરજીઓ સ્‍વીકારવામાં આવશે. ત્‍યારબાદ તેના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સ્થાનિક મામલતદારની યાદીમાં જણાવાયું છે.