ગુજરાત સાહિત્ય સંગમ આયોજિત સ્પર્ધામાં દ્વારકાના કવિની રચનાને સ્થાન મળ્યું

દ્વારકા : ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગુજરાત સાહિત્ય સંગમ આયોજિત સ્પર્ધામાં દેવભુમિ દ્વારકા જિલ્લાના કવિની કવિતાને અવ્વલ સ્થાન મળ્યું છે.

ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિતે ગુજરાત સાહિત્ય સંગમ ગાંધીનગર દ્વારા આયોજિત સ્પર્ધામાં કવિ અશોકભા માણેકની એક રચના (કવિતા ) “માણેક ધરા છે મારાં મલકની..”ને સ્થાન મળ્યું છે. એટલું જ નહીં કવિતા અવ્વલ નંબર પર રહી છે. જે બદલ અશોકભાએ ક્ષત્રિય વાઘેર સમાજ અને સમગ્ર ઓખામંડળનું ગૌરવ વધ્યું છે