મીઠાપુરમાં ટાટા કંપની દ્વારા વર્લ્ડ લેબર ડેની ઉજવણી

લોકગાયક આદિત્યદાન ગઢવીએ ગીતોની રમઝટ બોલાવી

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આવેલ ટાટા કેમિકલ્સ કંપની દ્વારા વર્લ્ડ લેબર ડેની ઉજવણી કરાઈ હતી. જેમાં લોકગાયક આદિત્યદાન ગઢવીએ ગીતોની રમઝટ બોલાવી હતી.

વિશ્વમાં પહેલી મે શ્રમિક દિવસ તરીકે ઉજવાય છે ત્યારે દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ગામે ટાટા કેમિકલ્સ કંપની દ્વારા પણ પેલી મેના શ્રમિક દિવસ તરીકે ઉજવાય છે. તે શ્રમિક દિવસનો કાર્યક્રમ 30 તારીખના રોજ ઉજવાયો હતો. ત્યારે ટાટા કેમિકલ્સ દ્વારા પણ શ્રમિક દિનની ઉજવણી આશીર્વાદ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવી હતી.

આ પ્રસંગે ખૂબ જ લોકચાહના ધરાવતા અને મશહૂર ગાયક આદિત્યદાન ગઢવી દ્વારા સમગ્ર કાર્યક્રમમાં લોકોને સંગીતના તથા ગીતોના તાલે ખુબ જ મોજ કરાવી હતી. ત્યારે આ પ્રોગ્રામમાં ટાટા કેમિકલ્સ મેનેજર તથા અન્ય ટાટા કેમિકલ્સના હોદ્દેદારો મીઠાપુર પી.આઈ. સહીત પોલીસ સ્ટાફ વગેરે આ કાર્યક્રમમાં હાજર રહી અને આ કાર્યક્રમને ખુબ જ ઉત્સાહપૂર્વક માણવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મીઠાપુર સૂરજકરાડીની માનવમેદની ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી હતી તથા ટાટા કેમિકલ્સ સમયાંતરે આવા પ્રોગ્રામ કરતી રહે તે માટે કટિબદ્ધ રહે તેવી આશા સાથે ટાટા કેમિકલ્સ દ્વારા આવા પ્રોગ્રામનું આયોજન કર્યું તે બદલ તેમનો ખૂબ જ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો