ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં ગૌચરાના લાભાર્થે શનિવારે લોકડાયરો

જામ ખંભાળિયા : ખંભાળિયા શહેર નજીક આવેલા ધરમપુર વિસ્તારમાં ગૌશાળાના લાભાર્થે આગામી શનિવાર તારીખ 7 ના રોજ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. સિંહણ રોડ પર નવીવાડી આવેડાની સામે શનિવારે રાત્રે સાડા નવ વાગ્યે યોજવામાં આવેલા સાંસ્કૃતિક તેમજ ધાર્મિક મનોરંજનના આ કાર્યક્રમમાં વિશ્વવિખ્યાત આદિત્યાણાના ભીમભાઈ ઓડેદરા ગ્રુપના કાન-ગોપી રાસ સાથે પ્રખ્યાત કોમેડિયન ધનસુખ ભંડેરી (વીજુડી) ઉપસ્થિત રહેશે.

ખંભાળિયા પંથકની બિનવારસુ ગાયોની સેવા તેમજ ગૌશાળાના લાભાર્થે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં સહભાગી થવા ધરમપુરના સરપંચ રાકેશભાઈ નકુમ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રસિકભાઈ નકુમ તેમજ મિત્ર મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.