ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ધ ગ્રાન્ડ દ્વારિકા હોટેલને એવોર્ડ

દ્વારકા : અમદાવાદમાં ગુજરાત રાજ્ય ટુરિઝમ વિભાગ આયોજિત ટુરિઝમ એવોર્ડ સમારોહમાં દ્વારકા અને સોમનાથ સર્વોચ્ચ બજેટ હોટેલની કેટેગરીમાં દ્વારકા સ્થિત ધ ગ્રાન્ડ દ્વારિકા હોટેલને એવોર્ડ પ્રાપ્ત થયો છે.

ગુજરાત પર્યટન વિભાગ દ્વારા અમદાવાદના સાયન્સ સિટી ખાતે ગઈકાલે ટુરિઝમ એવોર્ડ સિઝન 5નું ભવ્ય આયોજન રાખવામાં આવેલ હતું. જેમાં હોટેલ ધ ગ્રાન્ડ દ્વારિકા, દ્વારકા અને સોમનાથ સર્વોચ્ચ બજેટ હોટેલની કેટેગરી માટે સિલેક્ટ થયેલ અને હોટેલના માલિક તેજસ રૂપારેલિયાએ ગુજરાત ટુરિઝમના મેનેજર નીરવ મુન્શી તથા ખ્યાતિબહેનના હસ્તે એવોર્ડ મેળવીને હોટેલ ધ ગ્રાન્ડ દ્વારિકા તથા સમગ્ર દ્વારકા શહેરનુ માન અને સન્માન વધારેલ છે.