કલ્યાણપુરમાંથી પીધેલો બાઈક ચાલક ઝડપાયો

જામ ખંભાળિયા : કલ્યાણપુરથી આશરે 16 કી.મી. દૂર ચાચલાણા રોડ પરથી રૂપિયા વીસ હજારની કિંમતનું મોટરસાયકલ લઈને કેફી પીણું પીધેલી હાલતમાં જઈ રહેલા ચાચલાણા ગામના લાખા ગંધાભાઈ મકવાણા નામના 39 વર્ષના શખ્સને પોલીસે ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ કાર્યવાહી કરી હતી.