દ્વારકામાં શનિવારે ખાતે આર.ટી.ઓ. કેમ્‍પ યોજાશે

જામ ખંભાળિયા : ખંભાળિયાના સહા પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરીના મોટર વાહન નિરીક્ષક દ્વારા દર મહિને તાલુકા મથકે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આગામી શનિવાર તા. 7ના રોજ દ્વારકામાં સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે આ કેમ્‍પ યોજવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્‍યાન જાહેર રજા, કુદરતી આપતિ કે ચુંટણીને લગત કામગીરી આવશે તો આ કેમ્‍પ રદ કરવામાં આવશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા એ.આર.ટી.ઓ.ની એક યાદીમાં જણાવાયું છે.