ભટ્ટ ગામમાં ખાનગી કંપનીનાં સ્ક્રેપ યાર્ડમાં ભયાનક આગ

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનાં ભટ્ટ ગામમાં ખાનગી કંપનીનાં સ્ક્રેપ યાર્ડમાં ભયાનક આગ લાગતા સ્ક્રેપ માલ બળીને ખાખ થઈ ગયો હતો.

ખંભાળિયા તાલુકાનાં ભટ્ટ ગામે ખાનગી કંપનીનાં સ્ક્રેપ યાર્ડમાં ભયાનક આગ લાગી હતી. બપોરના સમયે લાગેલ આગમાં યાર્ડમાં રહેલ સ્ક્રેપ માલ બળીને ખાખ થઈ ગયો હતો. આથી, ખંભાળિયા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. શોર્ટસર્કિટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. સદનસીબે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.