જામરાવલમાં હાથી હાઈસ્કૂલના ગ્રંથપાલને નિવૃત્તિ વેળાએ વિદાયમાન અપાયું

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના જામરાવલની હાથી હાઇસ્કુલ ખાતે ગ્રંથપાલ નિવૃત થતા વિદાયમાન અપાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ ગામે હાથી ગોકલદાસ લીલાધર હાઈસ્કૂલ ખાતે સાલ ૧૯૮૮થી 2022 સુધી કુલ 35 વર્ષ ફરજ બજાવેલ એવા ગ્રંથપાલ, હોમગાર્ડ અને રાવલ ખાતે રક્તદાન કેમ્પમાં ઉત્સાહ લાવનાર, યુવાનોને સાચી રાહ આપનાર, પ્રકૃતિપ્રેમી, સામાજિક કાર્યકર્તા, બહુપ્રતિભા સંપન્ન વ્યક્તિનું નામ એટલે યોગેશભાઈ જોશી. જે વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમનું વિદાય સન્માન હાથી ગોલી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. રાવલ કેળવણી મંડળ દ્વારા શિક્ષકો, ગ્રામજનો, બ્રહ્મસમાજ, વિદ્યાર્થીઓ દ્વારા યોગેશભાઈ જોશી ગ્રંથપાલને સાલ મોમેન્ટો આપી વિદાય સન્માન ધામધૂમથી નિવૃત્તિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રાવલ કેળવણી મંડળના ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ મશરૂ, રસિકભાઈ થાનકી તથા પ્રફુલાબેન પુરોહિત તથા ખંભાળિયાના હિતેન્દ્રભાઈ આચાર્ય અને સૌરાષ્ટ્ર બ્રહ્મસમાજના ટ્રસ્ટી મોહનભાઈ મોકરીયા, સંદીપભાઈ ખેતીયા, મહેન્દ્રભાઈ જોશી, નીતિનભાઈ કોટેચા, પ્રવીણભાઈ લાખાણી, ટીનાભાઈ ગોર તેમજ મનોજભાઈ સોની, રાવલ કેળવણી મંડળ સમગ્ર શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા બ્રહ્મસમાજ તેમજ ગ્રામજનો દ્વારા શાલ, મોમેન્ટો આપી યોગેશભાઈ જોષીને બિરદાવવામાં આવી હતી. અને યોગેશભાઇ જોશીને વિદાયમાન આપવામાં આવ્યું હતું.