ખંભાળિયામાં પ્રકૃતિ લક્ષી બેઠકમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત જિલ્લા પંચાયત કચેરી ખાતે અહીંના જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ગઈકાલે શનિવારે ખેતીવાડી, પશુપાલન, બાગાયત અને “આત્મા” પ્રોજેકટની સયુંકત મિટિંગ યોજવામાં આવી હતી.

આ મિટિંગ અંતર્ગત જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉપસ્થિત અન્ય અધિકારીઓ તેમજ આત્મા ખેડૂત મિત્ર અને સંયોજકને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ કઈ રીતે વધારી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ આયોજનને સફળ બનાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી અને “આત્મા” પ્રોજેકટ ડાયરેકટ વિગેરેએ જહેમતી ઉઠાવી હતી.