બેટ દ્વારકાના માતા-પુત્રી ઉપર ધોકાવારી કરનારા મહિલા સહીત બે સામે ફરિયાદ

જામ ખંભાળિયા : ઓખા મંડળના બેટ દ્વારકા ખાતે રહેતા કુલસુમબેન ગનીભાઈ ચમડિયા નામના 40 વર્ષના મુસ્લિમ ભડેલા મહિલાઓ કપડાં ધોવા માટે આ વિસ્તારમાં રહેતા શેરબાનુબેન નામના એક મહિલા પાસે પથ્થર માંગતા શેરબાનુબેન તેમને બિભત્સ ગાળો કાઢી, ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં, શેર બાનુબેન સાથે આવેલા તેમના દીકરી હવાબેનએ પણ બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારતા તેને લોહી લુહાણ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એટલું જ નહીં, આરોપીઓ દ્વારા ફરિયાદી કુલસુમબેન સાથે તેમની પુત્રી જીનતબેનને પણ ધોકાનો ઘા મારી, મૂઢ ઈજાઓ કર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે ઓખા મરીન પોલીસે શેરબાનુબેન તથા તેમની દીકરી હવાબેન સામે આઇ.પી.સી. કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.