ખંભાળિયાના બેહ ગામનો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો: અન્ય એકની શોધખોળ

જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા માયા ભોજા માયાણી નામના 24 વર્ષિય શખ્સને પોલીસે વિદેશી દારૂની પાંચ બોટલ તથા 15 લિટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં ભાડથર ગામના રામદે ભાયા રૂડાચ નામના શખ્સનું પણ નામ ખુલતા ખંભાળિયા પોલિસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, આરોપીની શોધખોળ હાથ ધરી છે.