ખંભાળિયા નગરપાલિકા દ્વારા જરૂરી રીપેરીંગના કારણોસર આવતીકાલે પાણીકાપ

જામ ખંભાળિયા : ખંભાળિયા નગરપાલિકા દ્વારા ઘી ડેમ હેડ વર્કસ ખાતે પંપીંગ મશીનરી સમારકામ તથા નવા ફીટીંગ સહિતની જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને આવતીકાલે મંગળવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેનાર છે.

આના અનુસંધાને પાલિકા સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ અહીંના સ્ટેશનરોડ વિસ્તાર, કુંભારપાડો, અનુસૂસિત જાતિ વિસ્તાર (નગર ગેઈટ), જી.વી.જે. હાઈસ્કુલ, બસ સ્ટેન્ડ રોડ, દત્તાણી નગર, તિરૂપતિ સોસાયટી, જડેશ્વર ટેકરી, સાકેત હોસ્પીટલ વિસ્તાર, નવાપરા, બેઠક રોડ, ખંભાળિયા મિલ કમ્પાઉન્ડ, આશાપુરા ચોક, ગોવિંદ તળાવ, ભગવતી મેરેજ હોલ, કણઝાર માતાજી મંદીર, રઘુવીર મિલ સંપ વિસ્તારમાં પાણી કાપ રહેશે. આ અંગેની નોંધ લેવા નગરપાલિકા ચીફ ઓફિસર તથા વોટર વર્કસ એન્જી.ની યાદીમાં જણાવાયું છે.