દ્વારકા : જિલ્લામાં કલા ક્ષેત્રે સંકળાયેલા નાટક, નૃત્ય, ગાયન, વાદન, કત પુતળી, છબીકલા, લોકકલા, શિલ્પ, ગ્રાફિક્સ તેમજ લોક શ્રેણીની પારંપારીક અને વારસાગત કલા ક્ષેત્રે કામ કરતા કલાકારો કે જેમણે કલા ક્ષેત્રે ઓછામાં ઓછું પાંચ વર્ષનું યોગદાન આપેલ હોઇ, તેઓ માટે સરકારના માપદંડ પ્રમાણેની લાયકાત ધરાવતા કલાકારોને ઓળખકાર્ડ આપવામાં આવનાર હોઇ, જેના માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, ખંભાળીયા ખાતેથી તા.૨૦/૦૫/૨૦૨૨ સુધીમાં અરજી ફોર્મ ફી પેટે રૂપિયા ૧૦ (દસ) ભરીને અરજી ફોર્મ મેળવી અને જરૂરી આધાર પુરાવા સાથે જમા કરાવવાનું રહેશે. આ અંગેની વધુ વિગતો માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી (મો.૯૬૬૪૮૫૧૯૧૪,૯૯૦૯૧૮૦૦૫૭) નો સંપર્ક કરવો. તેમ જિલ્લા રમત ગમત અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
Trending Article
આરંભડાના યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી
જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા સાજીદ કાસમભાઈ સંઘાર નામના 22 વર્ષના મુસ્લિમ યુવાને ગઈકાલે રવિવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં...
દ્વારકાની પ્રાચીન ગૌશાળામાં ગૌમાતાઓએ છપ્પનભોગ આરોગ્યા
શ્રીકૃષ્ણ લીલાની ઝાંખીનો રંગારંગ કાર્યક્રમ યોજાયો દ્વારકા : તીર્થનગરી દ્વારકામાં જૂની ગૌશાળા ખાતે ગાય માતા માટે છપ્પનભોગ મનોરથ યોજાયો હતો. સાથે સાથે શ્રીકૃષ્ણ લીલા આધારિત...
ખંભાળિયાના જાણીતા સેવાભાવી તબીબ ડો. સાગર ભૂતનો આજે જન્મદિવસ
જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના સેવાભાવી તબીબ ડો. સાગર ભૂત આજે જન્મદિવસ છે. તબીબી વ્યવસાય સાથે નિયમિત વિવિધ પ્રકારની સેવાકીય...