દ્વારકાના અનુભવી અને જાગૃત મિડિયાકર્મી રાજુભાઇ રૂપારેલીયાનો આજે જન્મદિવસ

દ્વારકા : દ્વારકાના રહીશ અને પત્રકારત્વ ક્ષેત્રે આગવું નામ ધરાવતા રાજુભાઇ રૂપારેલીયાનો આજે 50મો જન્મદિવસ છે. તા. 11/05/1973ના દિને પોરબંદરના મિયાણી ખાતે જન્મેલા રાજુભાઇ રૂપારેલીયાએ તેમની દ્વારકા ખાતેની કર્મભૂમિમાં પ્રિન્ટ મીડિયા તથા ઇલેકટ્રોનીકસ મીડિયામાં નોંધપાત્ર કામગીરી કરી તટસ્થ પત્રકાર તરીકેની ફરજ સુપેરે નિભાવી છે. જીવનના અનેક ચડાવ-ઉતારમાં પણ અડગ રહી રાજુભાઈ દૂરદર્શન અને ABP અસ્મિતાના પત્રકાર તરીકે હાલ સેવાઓ આપી રહ્યા છે. રાજુભાઇ ક્રિકેટના શોખની સાથે સામાજીક કાર્યો કરવામાં અગ્રેસર રહે છે. ભગવાન દ્વારકાધીશજી પર અપ્રતિમ આસ્થા ધરાવનાર રાજુભાઇ રૂપારેલીયાને સગા-સબંધીઓ, મિત્રો અને અગ્રણીઓ ઠેર-ઠેરથી જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે.