ડે સ્પેશિયલ : આધુનિક નર્સિંગના જનેતા ફ્લોરેન્સ નાઇટેન્ગલ ‘લેડી વિથ ધ લેમ્પ’ તરીકે કેમ ઓળખાતા?

દર વર્ષે તા. 12 મેના રોજ નર્સોના સન્માનમાં ઉજવાય છે ઇન્ટરનેશનલ નર્સ ડે

સમાજમાં સેવાનું પ્રતીક ગણાતી નર્સના સન્માનમાં દર વર્ષે 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસ ઉજવાય છે. મોડર્ન નર્સિંગના જનેતા ફ્લોરેન્સ નાઇટેન્ગલના જન્મદિનની સ્મૃતિમાં આ ઉજવણી થાય છે.

સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પરિચારિકાઓનો અમૂલ્ય ફાળો રહેલો છે. સમગ્ર વિશ્વમાં નર્સિંગને સ્વાસ્થ્ય સંભાળ માટે સૌથી મોટું વ્યવસાયિક સાધન ગણવામાં આવે છે. પરિચારિકા યોગ્ય રીતે તાલીમબદ્ધ, શિક્ષિત અને શારીરિક, માનસિક, ભૌતિક અને સામાજિક રીતે દર્દીઓના તમામ પાસાઓની કાળજી રાખવાં માટે અનુભવી હોય છે. જયારે ડોકટરો પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય છે ત્યારે ચોવીસ કલાક દર્દીઓની કાળજી રાખવાં માટે પરિચારિકાઓ દર્દીઓ માટે ઉપલબ્ધ હોય છે. જે દર્દીઓના મનોબળને વધારવા માટે મદદરૂપ બની શકે છે.

કિશ્ચયન મિશનરીઓએ આ વ્યવસાયને ભારતમાં વેગ આપવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ભારતીય નર્સો માટે ઈ.સ. 1872માં તેના વર્ગોની શરૂઆત થઇ. ઈ.સ. 1907માં તેમણે નર્સિંગ પરીક્ષા માટે બોર્ડની સ્થાપના કરવામાં આવી. ભારતમાં સૌપ્રથમ ઈ.સ. 1941માં દિલ્લીમાં નર્સિંગ કોર્સની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી ઈ.સ. 1946માં નર્સિંગ કોલેજની શરૂઆત થઇ હતી. ગુજરાત રાજ્યમાં આ કોર્સ રાજ્ય સરકાર તથા પ્રાઈવેટ સંસ્થાઓ આ અભ્યાસ કરાવે છે.

નર્સને અપાતો ફલોરેન્સ એવોર્ડ :

વિશ્વમાં આધુનિક નર્સિંગને ઉજાગર કરનાર સમૃદ્ધ પરિવારના ‘લેડી વિથ લેમ્પ’ની યાદમાં વર્ષ 1912થી રેડક્રોસ દ્વારા ફલોરેન્સ પુરસ્કાર અપાય છે. વિશ્વમાં જેમની યાદમાં 12 મેના દિવસે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરાય છે તેવા ઇટાલીના ફલોરેન્સ નાઇટ એન્ગલ. ફલોરેન્સ નાઇટેન્ગલને આધુનિક નર્સિંગના જન્મદાતા કહેવાય છે. રેડક્રોસ સોસાયટી દ્વારા વર્ષ 1812થી આ સન્માન આપવાનું શરૂ કરાયું છે.

ફલોરેન્સ નાઇટેન્ગલ વિષે :

સમગ્ર વિશ્વમાં નર્સિંગ વ્યવસાયને ગૌરવ અપાવનાર મહિલા બ્રિટન ફ્લોરેન્સ નાઈટીગેઈલનો જન્મ 12 મે, 1820ના રોજ ઈંગ્લેન્ડના ગર્ભશ્રીમંત પરિવારમાં થયો હતો. બચપણથી બિમાર લોકોની સેવા કરવાની અદમ્ય ઈચ્છા રહેતી હતી. તેમણે પોતાના માતા-પિતાથી અજાણ ચોરીછૂપીથી નર્સિંગનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ત્યારપછી તેઓ એક મોટી હોસ્પીટલના સુપરવાઈઝર તરીકે નિમણૂંક થઇ હતી.

ઈ.સ. 1854માં કોમીયા (રશિયા)ની લડાઈ થઇ ત્યારે તેઓ 38 નર્સોની એક ટૂકડી લઇ ઘાયલ સૈનિકોની સેવા અને આરોગ્યપ્રદ ભોજન આપી સેવા કરી. બ્રિટનના નાગરીકોએ અને સૈનિકોએ તેમની આ કામગીરીની કદર કરવા 4400 પાઉન્ડ એકઠા કરી તેમનું સન્માન કર્યું હતું. પરંતુ ફ્લોરેન્સ નાઈટીંગેઈલને ઈચ્છાને માન આપી તેમણે એક નર્સિંગ સ્કૂલની સ્થાપના કરી હતી. ઈ.સ. 1860માં આ સ્કૂલનું નામ ‘સેટ થોમસ સ્કૂલ ઓફ નર્સિંગ’ રાખવામાં આવ્યું હતું.

ફ્લોરેન્સ નાઈટીંગેઈલ જીવન દરમ્યાન સખત પરિશ્રમ અને કષ્ટમય જીવનને પછાડ આપી તેમણે પાછલી અવસ્થામાં રાત્રે પણ હાથમાં ફાનસ લઈને સૈનિકોની સેવા માટે ખૂણે ખૂણે ભમી વળતા હતા. આથી, આ મહાન સેવિકાને ઘાયલ સૈનિકો ‘લેડી વિથ ધ લેમ્પ’ એવા વ્હાલસોયા નામથી જ ઓળખતા હતા. તેમનું અવસાન તા. 18/08/1910માં થયું હતું.