ખંભાળિયામાં મહિલાલક્ષી વિવિધ યોજનાઓ બાબતે બહેનોને માહિતગાર કરાયા

 

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના ખંભાળિયાના ટાઉન હોલ ખાતે બહેનો માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના મહિલા અને બાળ અધિકારી સી.ડી. ભાંભી, તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી પી.પી. જાદવના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર, પી.બી.એસ.સી., વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, 181 અભયમની ટીમો વિવિધ સેવાઓની કામગીરી કરે છે. જયારે ખંભાળિયા ટાઉનહોલ ખાતે દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) દ્વારા સ્વ-સહાય જુથો માટે બેંક લિકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પ રાખવામાં આવેલ હતો તેમાં આ વિભાગ સહભાગી થઇ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાના સખી મંડળના બહેનો આવેલા હોય, તેઓને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે ટેબલો રાખી બહેનોને વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવી અને પેમ્પલેટ વિતરણ કરી, પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.