દ્વારકા જિલ્લામાં બાગાયત ખેડુતોએ સાધનિક કાગળો જમા કરાવવાના રહેશે

 

જામ ખંભાળિયા : દેવભુમિ દ્વારકા જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોએ ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓમા વિવિધ ઘટકોમા સહાય મેળવવા માટે આઇ-ખેડુત પોર્ટલ પર ઓન-લાઈન અરજી કરેલ હોય, પરંતુ જેઓએ ઓન-લાઈન અરજી સાથે જરૂરી સાધનિક કાગળો અત્રેની કચેરીને રજુ કરેલી ન હોવાથી તેવા તમામ બાગાયતદાર ખેડુતો સહાય યોજનાઓથી વંચિત રહી ના જાય તે હેતુથી ઓનલાઇન અરજી પત્રક સાથે 7-12, 8-અ, જાતીના દાખલા (અનુસુચીત જાતી માટે), આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ જેવા સાધનિક કાગળો સાત દિવસમાં જામ ખંભાળિયામાં ધરમપુર રોડ ખાતે આવેલા જિલ્લા સેવા સદનમાં નાયબ બાગાયત નિયામકની કચેરીમાં બીજા માળે, રૂમ નં. A/2/11, ના સરનામે જમા કરાવવા જિલ્લાના ખેડૂતોને નાયબ બાગાયત નિયામક સી.ઓ. લશ્કરીની એક યાદીમાં જણાવાયું છે.