સલાયામાં વરલી ભક્ત ઝડપાયો: અન્ય એકની શોધખોળ

 

જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સલાયાના એક પેટ્રોલ પમ્પ પાછળથી જાહેરમાં વરલી-મટકાના આંકડા વડે પૈસાની હાર-જીતની કરી અને જુગાર રમતા ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક એ પાછળના વિસ્તારમાં રહેતા કિરીટ ગોરધનદાસ સાયાણી નામના 49 વર્ષિય શખ્સને ઝડપી લઇ, રૂપિયા 10,300 રોકડા તથા મોબાઈલ ફોન ઉપરાંત એક મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 36,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં સલાયાના 81280 45594 મોબાઈલ નંબર ધરાવતા આમીન નામના એક શખ્સનું નામ ખૂલતા તેની શોધખોળ હાથ ધરી છે. ઉપરોક્ત બનાવ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની સૂચના મુજબ હેડ કોન્સ્ટેબલ મસરભાઈ ભારવાડીયા, બોઘાભાઈ કેસરિયા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.