મીઠાપુરમાં સોરઠીયા પ્રજાપતિ પ્રીમિયમ લીગ યોજાઈ

 

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે સોરઠીયા પ્રજાપતિ પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ગોલ્ડન જુબેલી એપ્રેન્ટીસ સ્કૂલની પાછળ દેવભૂમિ દ્વારકા એસ.પી.એલ. 2022 સોરઠીયા પ્રજાપતિ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દૂર-દૂરથી સોરઠીયા પ્રજાપતિ સમાજના યુવકો દ્વારા પોતાનો ક્રિકેટ પ્રત્યેનો ખેલ ઉત્સાહ દેખાડવા માટે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

આ ટુર્નામેન્ટમાં કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, વરવાળા, દ્વારકા, મીઠાપુર જેવા અનેક વિસ્તારોમાંથી પ્રજાપતિ સમાજના નવ યુવાનો તથા ક્રિકેટના શોખીનોએ હાજર રહી અને આ ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું આયોજન સમાજના યુવકોનું ઉત્સાહ વધે તથા યુવકો સંગઠિત થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું