ભાણવડમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો: અન્ય એકની શોધખોળ

જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા કમલેશ જેતાભાઈ ભારવડીયા નામના 22 વર્ષના યુવાનને પોલીસે રૂ. આઠ હજારની કિંમતની 20 બોટલ વિદેશી દારૂ તથા રૂપિયા વીસ હજારની કિંમતના એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 28,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્થો તેણે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રહીશ ચના કરમણ રાડા નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું પોલીસમાં કબૂલ્યું હતું. જે સંદર્ભે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.