ઓખાના પાડલી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ઓખાના પાડલી ગામે સેવાસેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકાના ઓખાના પાડલી ગામે પ્રાથમિક સ્કૂલમાં સેવાસેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સામાન્ય-છેવાડાના નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે, પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા આજે “સેવાસેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પાડલી ગ્રામ પંચાયતના સરપંચ ખેંગારભા કારા, નાયબ મામલતરદાર, આરોગ્ય વિભાગ, માં અમૃતમ કાર્ડ ,આધાર કાર્ડ, પુરવઠા વિભાગના કર્મચારીઓ તેમજ આય.સી.ડી.એસ. વિભાગના કર્મચારી તેમજ અલગ-અલગ વિભાગમાંથી આવેલ કર્મચારીઓ હાજર રહીને સ્થળ પર અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે.