કાંકરેજનાં પૂર્વ ધારાસભ્યના પત્નીની પુણ્યતિથિ નિમિત્તે આજે દ્વારકામાં ધાર્મિક કાર્યક્રમો

દ્વારકા : અમદાવાદના કાંકરેજનાં પૂર્વ ધારાસભ્યના પત્ની સ્વ. અંબાબેન બાબુભાઈ દેસાઈ (મકતૂપુર)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ અને તેમના મોક્ષાર્થે દેવભૂમિ દ્વારકા ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરેલ છે.

અમદાવાદના કાંકરેજનાં પૂર્વ ધારાસભ્ય અને દ્વારકાધીશનાં પરમ ભક્ત એવા બાબુભાઈ દેસાઈના ધર્મપત્ની સ્વ. અંબાબેનની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે દ્વારકાના જગતમંદિરમાં ધ્વજા આરોહણ તથા સાંજે 5 કલાકે ભવ્ય અન્નકૂટ મનોરથ અને રાત્રે 8 કલાકે સ્વામી નારાયણ મંદિર પાછળ મેદાનમાં સાંઈરામ દવે, માયાભાઈ આહીર, સંગીતાબેન લાબડીયા તથા વિક્રમ માલધારીના સથવારે ભજનસંધ્યા સાથે લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ભાવિકોને બાબુભાઈ જે. દેસાઈ (પૂર્વ ધારાસભ્ય કાંકરેજ), રવિભાઈ બી. દેસાઈ, આનંદ બી. દેસાઈ (મકતુપૂર)એ આમંત્રણ પાઠવ્યું હોવાનું બાબુભાઇ દેસાઇ પરિવારની યાદીમાં જણાવાયું છે.