સલાયામાં અસવાર પરિવાર દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં ભીખુભાઈ અસવાર પરિવાર દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેનો મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો.

સલાયામાં હુશેની ચોકમાં ભીખુભાઈ અસવાર તેમજ તુષારભાઈ અસવારના આર્થિક યોગદાનથી ફ્રી મેડિકલ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં અંદાજે 1200 આસપાસ ભાઈઓ-બહેનોએ લાભ લીધો હતો. તેમજ રક્તદાન કેમ્પમાં 50 બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ ફ્રી મેડિકલ કેમ્પમાં દવાનું વિતરણ પણ ફ્રીમાં કરવામાં આવેલ હતું.

આ કેમ્પમાં સલાયાના તમામ અગ્રણીઓ તેમજ ભાજપના પૂર્વ ધારાસભ્ય મુળુભાઇ બેરા, દ્વારકા જિલ્લાના ભાજપના મહામંત્રી મયુરભાઈ ગઢવી તેમજ અન્ય તમામ ભાજપના આગેવાનો અને સલાયાના હિન્દુ-મુસ્લિમ તમામ આગેવાનો હાજર રહ્યા હતા.