ધુમથર ગામે કરાર વિના વીજપોલની કામગીરી કરાતા ખેડૂતોને હાલાકી

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધુમથર ગામે જેટકો કંપની દ્વારા કરાર વિના વીજપોલ ઉભા કરવાની કામગીરી શરુ કરાતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે.

ધુમથર ગામે જેટકો કંપની દ્વારા મોટી સંખ્યામા પોલીસ/SRP પ્રોટેક્શન સાથે રાખી ખેડૂતોની માલિકીની જમીન પર વળતર બાબતે કે અન્ય કોઈ સમજુતી કે કરાર કર્યા વગર વીજપોલ ઉભા કરવાની કામગીરી શરુ કરતા ખેડુતોની સાથે વરરાજા ભરતભાઇ ભોચીયા જાન રોકાવી ખેડુતોના સમર્થનમા આવ્યા હતા. ત્યારે ખેડૂતોએ એવી માંગ કરી છે કે વીજપોલ માટે પહેલા સમજુતી કરવામા આવે. અને ખેડૂત આગેવાન નિર્દેશ ભોચીયા દ્વારા ક્યાંક ઓછુ તો ક્યાંક વધારે વળતર અપાયાના આક્ષેપ કરવામા આવેલ છે અને કંપની તરફથી આવુ જ બળજબરીપૂર્વક વર્તન રહશે તો આંદોલન પર પણ ઉતરશે, તેવું જણાવાયું છે.