દ્વારકા જિલ્‍લાના ખેડુતોએ રાસાયણિક ખાતરની ખરીદી વખતે સાવચેતી રાખવા અપીલ

જામ ખંભાળિયા : આગામી ખરીફ ઋતુ માટે ખાતરની ખરીદીની સીઝન શરૂ થઈ છે. દ્વારકા જિલ્‍લાના તમામ તાલુકામાં પુરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર અલગ અલગ કંપની દ્વારા સપ્લાય કરવામાં આવે છે. જિલ્‍લાના તમામ ખેડુતોને ખરીફ સીઝન માટે પાકની જરૂરીયાત તેમજ કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો જથ્‍થો કોઇપણ બ્રાન્‍ડ કે કંપનીનો આગ્રહ ન રાખતા ડીએપી, એસએસપી, એનપીકે (૧૨-૩૨-૧૬) તથા નાઇટ્રો ફોસ્‍ફેટ (૨૦-૨૦-૦) વિગેરે જેવા ફોસ્‍ફેટીક ખાતરો અત્‍યારથી લઈ રાખવા તેમજ ખાતરની ખરીદી સરકાર માન્‍ય પરવાનેદાર વિક્રેતા પોથી પાકા બિલ તથા પી.ઓ.એસ. મશીન મારફત જ કરવી. અન-અધિકૃત વ્‍યક્તિ (ફેરીયા) પાસેથી ખાતરની ખરીદી ન કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની યાદીમાં જણાવાયું છે.