જામરાવલમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બુદ્ધપૂર્ણિમા નિમિત્તે બટુકભોજન

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ ગામ ખાતે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બુદ્ધપૂર્ણિમા નિમિત્તે બટુકભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગઈકાલે જામરાવલ મુકામે બુદ્ધપૂર્ણિમાના પાવન અવસરે અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના મહામંત્રી દિનેશભાઇ મકવાણાના માર્ગદર્શન હેઠળ બાળકોને બટુકભોજન કરાવવામાં આવ્યું હતું. જેમાં શહેર અનુ. જાતિ મોરચાના પ્રમુખ સંજયભાઈ મકવાણા તથા વાછરા દાદાના મંદિરના પૂજારી જેયશભાઈ મકવાણા તથા મોરચાના સક્રિય કાર્યકર કે. ડી. મકવાણા, રમેશભાઇ મકવાણા, હેમંતભાઈ મકવાણા, કિશોરભાઈ મકવાણા, મુકેશભાઈ બાબરીયા, સાગરભાઈ તથા અખિલભાઈ તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.