ભાણવડ પંથકની પરિણીત મહિલા લાપતા

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતી ભાનુમતિ ઉર્ફે ભાનુબેન અરવિંદભાઈ પાંડાવદરા નામની 35 વર્ષિય પરિણીત યુવતી ગત તા. બીજી મે ના રોજ આંબરડી ગામે પોતાના પિતાને ત્‍યાંથી “સાસરે જાઉ છું”- તેમ કહી નીકળ્યા બાદ લાપતા બની હોવાની જાણ સ્થાનીક પોલિસને કરવામાં આવી છે. આ મહિલાની ભાળ મળ્યે ભાણવડના પોલીસ સ્‍ટેશનના ફોન નં. 02896-232121 પર જાણ કરવા તપાસનીસ અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.