વિદેશી દારૂ સાથે સંજયનગરનો શખ્સ ઝડપાયો

જામ ખંભાળિયા : ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા આશા જીવા હરીયાણી ગામના 27 વર્ષિય શખ્સના રહેણાંક મકાનમાં છુપાવીને રાખેલી ચાર બોટલ વિદેશી દારૂ મળી આવતાં પોલીસે કુલ રૂપિયા 6,600 ના મુદ્દામાલ સાથે આશા જીવા હરીયાણીની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં કિશન ગઢવી નામના શખ્સનું પણ નામ ખુલતા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.