ખંભાળિયાની યુવતીને મારી નાખવાની ધમકી: ત્રણ સામે ફરિયાદ

જામ ખંભાળિયા : ખંભાળિયાના લુહારશાળ વિસ્તારમાં રહેતી વૈભવી અશોકભાઈ પ્રેમદાસ ગોંડલીયા નામની 32 વર્ષની યુવતી સાથે કોઈક બાબતે બોલાચાલી કરી, અત્રે બરછા સ્ટ્રીટ ખાતે રહેતા ઈશ્વરગીરી ઊર્ફે અજલો પ્રતાપગીરી ગોસ્વામી, સચિનગીરી ઈશ્વરગીરી ગોસ્વામી અને સોનલબેન ઈશ્વરગીરી ગોસ્વામી દ્વારા કોઈ કારણોસર ઉશ્કેરાઇને બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામા આવી છે.

આ અંગે પોલીસ આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.